ગુજરાતમાં પુષ્યનક્ષત્ર ટાણે બજારમાંથી જાણે ચાંદી ગાયબ, કૃત્રિમ અછત? ઓન રૂપિયા આપવા છતાં પણ મળતી નથી, ભાવ આસમાને, સપ્લાય ખૂટી પડ્યો
દિવાળીના તહેવારો પહેલાં આવતા પુષ્યનક્ષત્રમાં લોકો શુક્ત માટે સોનું અને ચાંદીની ખરીદી કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે પુષ્યનક્ષત્રના બે દિવસ પહેલાં રાજ્યભરના સુરત, અમદાવાદ સહિતના શહેરોનાં સોની બજારમાં જાણે ચાંદી ગાયબ થઈ ગઈ હોય તેવો ઘાટ થયો છે. રાજ્યમાં ચાંદીના ભાવ હાલ એક કિલો દીઠ 1.67 લાખ થઈ ગયો છે. આટલું જ નહીં હાલ તો બજારમાં લોકો 3,000 ઓન આપીને 1.70 લાખમાં પણ ચાંદી ખરીદવા તૈયાર થઈ ગયા છે તેમ છતાં ચાંદી મળતી નથી. અમદાવાદના સોની બજારમાં ચાંદીની એટલી હદે માગ વધી છે કે વેપારીઓ માત્ર ફોન પર બુકિગ લેતા નથી. પહેલા પેમેન્ટ મળી જાય પછી જ ચાંદીના સોદા પાકા થાય છે. માણેકચોકના વેપારીઓ પણ ચાંદીની અછતને લઈને ચિતામાં છે.જોકે, કેટલાક લોકો આને કૃત્રિમ અછત તરીકે પણ જોઈ રહ્યા છે.
ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. એક વર્ષમાં ચાંદીના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે, જેના પગલે રોકાણકારો ચાંદીમાં જ રોકાણ કરવા તત્પર છે. ચાંદીની સતત માગ વધી રહી છે, જ્યારે તેની સામે સપ્લાય આવતો નથી. તેથી અમદાવાદના બજારમાં ચાંદી ગાયબ થઇ ગઇ હોય તેવો ઘાટ થયો છે.
સોની બજારના સિનિયર વેપારીઓ જણાવી રહ્યા છે કે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1.27 લાખ થઈ ગયા છે, જ્યારે ચાંદીના ભાવ એક કિલો દીઠ 1.67 લાખ પહોંચી ગયા છે. સોના કરતાં બજારમાં લોકો ચાંદીની ખરીદી કરવા વધુ ઉત્સાહી છે. ચાંદી 1.67 લાખે બજારમાં મળતી નથી, તેથી લોકો 3,000 ઓન આપીને 1.70 લાખના ભાવે ચાંદી ખરીદવા તૈયાર છે.
14 મંગળવાર આજે પુષ્ય નક્ષત્ર માટે હજુ સોની બજારમાં એડવાન્સ ઓર્ડર લેવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ શરત એટલી છે કે 100 ટકા બુકિગ મળી જાય પછી જ ઓર્ડર લેવાશે. જે વેપારી પાસે જેટલો ચાંદીનો સ્ટોક હોય, તેટલું જ બુકિગ લેવાની સૂચના આપતા મેસેજીસ પણ હવે વાયરલ થઈ રહ્યા છે.
સોના કરતા ચાંદીમાં છેલ્લા બે વર્ષમાં વધુ રિટર્ન મળ્યું
રાજ્યભરમાં સોની બજારમાં છેલ્લા બે વર્ષથી ચાંદી જ ચાંદી છે. સોના કરતા પણ ચાંદીએ વધુ રિટર્ન આપ્યું યું છે, છે, જેના પગલે લોકો ચાંદી ખરીદવા તત્પર છે. બે વર્ષમાં સરેરાશ જોવામાં આવે તો ચાંદીનો ભાવ લગભગ ડબલ થયો છે. ચાંદી અને સોનું બંને સલામત રોકાણ છે, અને બે વર્ષમાં ભાવ ડબલ થતા ચાંદીની ખરીદીમાં વધારો થયો છે. – વેપારી, સોની બજાર
દુનિયાભરમાં ચાંદીની વૈશ્વિક ખરીદી વધતા ભાવ આસમાને
હાલ વિશ્વના મોટા દેશો વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. બીજી તરફ ચાંદીની વૈશ્વિક ખરીદી સતત વધી રહી છે. જેટલી ચાંદીની માંગ છે, તેની સામે સપ્લાય ઘટી ગયો છે, જેના કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ચાંદીનો વપરાશ ઔધોગિક એકમોમાં પણ વધ્યો છે, જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. બુલિયન વેપારી