Gujarat Weather Forecast: રાજ્યમાં પવન બદલાયો, તાપમાન ઘટ્યું
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ઠંડુ અને શુષ્ક હવામાન નોંધાયું છે. પવનની દિશા બદલાતા હવામાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ભારે વરસાદ પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં તાપમાન લગભગ 3 ડિગ્રી ઘટીને 14.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ગાંધીનગરમાં તાપમાન 14 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, જ્યારે નલિયા, વડોદરા અને ડીસામાં 15 ડિગ્રીથી ઉપર રહ્યું. હવામાન નિષ્ણાતો મુજબ આગામી સાત દિવસમાં રાજ્યમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે.

આગામી સાત દિવસમાં હવામાન: શુષ્ક અને ઠંડી
હવામાન વિભાગના આગાહિ અનુસાર, ઉત્તરપૂર્વ અને પૂર્વ તરફથી પવન ફૂંકાતાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. સૌરાષ્ટ્ર, દાદરા નગર હવેલી, દીવ અને સમગ્ર ગુજરાતમાં કોઈ મહત્વનો વરસાદની શક્યતા નથી.
માવઠા અને ચક્રવાતની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડવાની શક્યતા છે. 16થી 18 નવેમ્બર દરમિયાન બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જે 18થી 20 નવેમ્બર સુધી ગુજરાત પર અસર કરશે. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી શકે છે, જે 18થી 24 નવેમ્બરમાં વાતાવરણમાં પલટો લાવશે.

ડિસેમ્બર અને ઉત્તરાયણ સુધીનું હવામાન
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 15 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધી માવઠું થવાની શક્યતા છે. 20 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશ અને પર્વતીય વિસ્તારોમાં ઠંડી પલટશે, જ્યારે 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી અને હાડ કંપાવતી હવામાનની આગાહી છે.
ઉત્તરાયણ પછી પણ રાજ્યમાં ઠંડા પવન ચાલુ રહેશે, જે હવામાનને વધુ ઠંડુ બનાવશે.

