વિરપુર તાલુકાના વઘાસ પંચાયતના તથા ધોરાવાડા પંચાયતના તળાવો તથા ડેમ પાણીથી ભરવા જનતા મેદાને ,
મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના વઘાસ પંચાયતના મુવાડા ભાગ એક તથા બે તળાવો, ભગવાનજીના મુવાડા ડેમ, ધોરાવાડા પંચાયતનુ રાજેણા તળાવ ભરવા માટે જનતાની ઉગ્ર માંગ,
તળાવો તેમજ ડેમ ભરવામાં આવે તો વિરપુર તાલુકાના વઘાસ ,ટીંબા, ભવાનીના મુવાડા ભાગ તથા ખટારીયા, સાલૈયા, માંડલીયા બળીયાદેવ, તળાવના મુવાડા, ધોરાવાડા સહીત ગામડાઓની જનતાને લાભ થઈ શકે તેમ હોય તેવુ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે, આતળાવો તેમજ ડેમ ભરવા માટે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરની આગેવાની હેઠળ મહીસાગર જિલ્લા કલેક્ટર લુણાવાડાને આવેદન પત્ર આપવામાં આવ્યું,
આ કાર્યક્રમમાં જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના વિરપુર તાલુકાના પ્રમુખ પૃથ્વીસિંહ ઠાકોર, સંગઠન મંત્રી ભુરાભાઈ પરમાર, આગેવાન કાળુભાઈ નાયક, આગેવાન રણજીતસિંહ પગી, ભવાનભાઈ પગી,પ્રવિણસિંહ પરમાર , નરેન્દ્રસિંહ રાઠોડ, સહીતનાઓ મહીસાગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું,
આ કાર્યક્રમમાં 100 થી વધુ કીસાનો કલેક્ટર કચેરી પહોચી આવેદનપત્ર આપ્યુ,
જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવિરે ઉગ્ર રજૂઆત સાથે જણાવ્યું હતું કે દિન પંદરમાં આ તળાવો તથા ડેમમા પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ન છુટકે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે