અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ મેચ આજથી શરૂ થઈ રહી છે.
આ મેચ જોવા માટે બંને દેશોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પ્રથમ દિવસની રમત નિહાળશે. મેચ પહેલા બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાની ક્રિકેટ ટીમના કેપ્ટનનું સન્માન કર્યું હતું અને તેને ચોક્કસ ટેસ્ટ મેચ માટે ખાસ કેપ આપી હતી.
આ પછી બંને નેતાઓએ ખાસ વાહનમાં સ્ટેડિયમનો પરિક્રમા કરી હતી સ્ટેડિયમ દર્શકોથી ભરેલુ જોવા મળ્યું હતું.
રાષ્ટ્રગીત દરમિયાન પણ બંને દેશના વડાપ્રધાન પોતપોતાની ટીમના ખેલાડીઓ સાથે હતા. વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા હતા.
આ મેચમાં ટોસ માટે એક ખાસ સિક્કો બનાવવામાં આવ્યો હતો, જેમાં બંને દેશોની ક્રિકેટની 75 વર્ષની યાદોને દર્શાવવામાં આવી હતી. ટોસ બાદ રવિ શાસ્ત્રીએ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમને ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી ખાસ યાદો વિશે જણાવ્યું અને તેમની તસવીરો પણ બતાવી. આ દરમિયાન રવિ શાસ્ત્રીએ બંને નેતાઓને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી યાદો પણ જણાવી. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અને BCCI સેક્રેટરી જય શાહને PM મોદીને એક વિશેષ આર્ટવર્ક અર્પણ કર્યું હતું, જેમાં બંને દેશો વચ્ચેના 75 વર્ષના ક્રિકેટ સંબંધોને દર્શાવવામાં આવ્યા હતા.
દરમિયાન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે સારી શરૂઆત કરી હતી. ત્રણ ઓવર રમ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 15 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે.