અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિમય ખાતે પહોંચી ગયા છે. સ્ટેડિયમ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી દ્વારા સ્વાગત કરાયું.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ નિહાળવા દર્શકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યાં છે.
જોકે,મોટાભાગની ટિકિટો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બુક કરવામાં આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ભારે રસપ્રદ બની રહી છે
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે.
પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ આજની મેચ નિહાળવા સ્થળ ઉપર પહોંચી રહયા છે જેને મીડિયા દ્વારા જોરદાર કવરેજ આપવામાં આવી રહ્યું છે.