રાજ્યમાં થોડાક સમયથી માદક પર્દાથના વેચાણમાં તોંતિગ વધારો થઇ રહ્યો છે બુટલેગરો બાદ હવે રાજ્યમાં ડ્ર્ગ્સ પેડલરો સક્રિય બન્યા છે અને માલેતુજાર નબીરાઓને ડ્ર્ગ્સના રવાડે ચડાવી લાખો રૂપિયા ખંખેરી નશાનો કાળો કારોબાર ધમધમાવી રહ્યા છે, ચરસ ,ગાંજા ,એમ ડી ડ્ર્ગ્ર્સ સહિતના માદક પદાર્થોનું દૂષણ ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. જેમાં ડ્ર્ગ્સ માફિયાઓ ગુજરાતના .યુવાધનને નશાના ખપ્પરમાં ધકેલી તેમના જીવન સાથે ચેંડા કરી રહ્યા છે. આવા તત્વો સામે અમદાવાદ એસ ઓ જી ની ટીમ લાલઆંખ કરી ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરોને આશ્રમ રોડ ખાતે દબોચી પાડ્યા હતા
આ અંગે એસ ઓ જી ના DCP જયરાજસિંહ વાળાએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યુ હતુ કે
અમદાવાદ એસ ઓ જીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતીમ મળી હતી કે શહેરના પોશ વિસ્તાર આશ્રમ રોડ સિટી ગોલ઼્ડ સિનેમાની ખાંચામાં હતી ખાતે તે દરમિયાન એક ઇસમ પર શંકા જતા તેની તલાશી લેતા તેની પાસેથી 31.200 ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત 3 લાખથી પણ વધું અંદાજવામાં આવી છે આરોપી રહીશ ઉર્ફે પટવા નાસીર ખાન પઠાણ જે મુળ દાણીલીમડાના રામ રહીમ ટેકરાનો રહેવાસી છે એના ડ્ર્ગસ્નો જથ્થો સોહીલ નામના વ્યકિતને વેચવા માટે આપ્યુ હતુ જેમા પકાડયેલા આરોપી પર આગાઉ પણ ગુનાઓ નોંધયેલા છે હત્યા લૂંટ ,સહિતના ગુનાઓ નોંધાયેલા છે અને બે વખત પાસા પણ થઇ ચુકી છે