રાજ્ય માં રેમડેસિવિર ઇન્જેક્શનની મોટાપાયે અછત ઉભી થતા હવે કેટલાક ઈસમો એ આવી મહામારી માં પણ મોકો જોઈ કમાઈ લેવાની પેરવી શરૂ કરી દિધી હોવાની વાતો વચ્ચે કાળાં બજારિયા સક્રિય થયા છે ત્યારે આવું કઈક ચાલી રહ્યું હોવાની બાતમી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં ગત રાત્રે છાપો માર્યો હતો, જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો એક તરફ લોકો આ ઇન્જેક્શન લેવા લાઈનો લગાવી રહ્યા છે તો અહીં આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રને ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારા લોકો સામે ફરિયાદ દાખલ કરી પગલાં લેવાનો આદેશ કર્યો છે, જેના પગલે વડોદરામાં પણ બે ફાર્મા કંપની સામે કાર્યવાહી હાથ કરાઈ હતી.
અમદાવાદ ના ગોતા વિસ્તારમાં આજે સાંજે કંપનીમાં સ્ટોકિસ્ટ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રાખીને લોકોને રિટેલમાં વેચવામાં આવતો હતો. જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આખી ટીમ ત્યાં પહોચી હતી. જ્યાં કંપનીમાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મળી આવ્યા હતા.
અત્યંત ચોંકાવનારી બાબત તોએ છે કે એક તરફ લોકો લાંબી લાઈન લગાવીને આ જ વિસ્તારમાં એક હોસ્પિટલની બહાર ઇન્જેક્શન માટે ઉભા છે ત્યારે આ વિસ્તારમાં આવેલા એક સ્ટોકિસ્ટ પાસે ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તે વાત તપાસ નો વિષય છે.
Sunday, June 2