વડોદરામાં ભારે ઉકળાટ ના માહોલ બાદ આજે રવિવાર બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે,પરિણામે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો સાથે જ અમદાવાદ શહેરનાએસ.જી. હાઇવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોડકદેવ, ઘુમા-બોપલમાં વરસાદ પડ્યો હતો,તેમજ દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી,વલસાડ,વાપી પંથક માં પણ વરસાદ પડ્યા ના અહેવાલ છે.દક્ષિણ ગુજરાતમાં આગાહીને લઈને આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. જેમાં અત્યાર સુધીમાં 17 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં અડધો ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
છેલ્લાં ત્રણેક દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ બે દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઇને મધ્યમ વરસાદ તેમજ 13 જુલાઇ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
Tuesday, May 14