વડોદરા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાં એક તરફ પાર્ટીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી કાર્ય વિસ્તાર યોજનાના ભાગ રૂપે ભારત ભ્રમણ પર નીકળ્યા છે.
ત્યાં બીજી તરફ, તેઓ પોતાના પ્રવાસના ભાગરૂપે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે આવી ગયા છે. આજે, અમિત શાહ વડોદરા અને છોટાઉદેપુરની મુલાકાત કરશે.
અમિત શાહ પ્રથમ છોટાઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત કરશે અને ત્રણ બૂથના કાર્યકરો સાથે વાતચીત કરશે. ત્યારબાદ દેવળિયા ગામની શાળામાં જાહેર સભા સંબોધશે. પાર્ટી કાર્યલય ખાતે જમ્યા પછી બોડેલી જવા રવાના થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ આદિવાસી વિસ્તારોના કાર્યકરો સાથે પણ મુલાકાત કરશે.
બપોર પછી અમિત શાહ વડોદરા પહોંચશે. સાંજે, શહેરના અગ્રણીઓ સાથે જાહેર સભાને સંબોધન કરશે.