ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડનું રેશનકાર્ડ સાથે જોડાણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજયભરમાં આધારકાર્ડ લિન્ક કરવાની કામગીરી ચાલી રહી છે.
જેમાં પોરબંદર જિલ્લામાં 94% કામગીરી પૂર્ણ થઈ છે. પોરબંદરમાં કુલ 80,279 રેશનકાર્ડધારકોમાંથી 75,836 રેશનકાર્ડધારકોનું આધારકાર્ડ સાથે જોડાણ થઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં આ કામગીરી માટે ગામડાંઓમાં ગ્રામ્યસભાઓ યોજવામાં આવશે.
રાજ્ય સરકારે બહાર પાડેલી સૂચના મુજબ જે રેશનકાર્ડધારકોનું આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિન્ક નહીં હોય તેમને આગામી 1 જુલાઈથી રાહતદરે અનાજ સહિતની વસ્તુઓ આપવામાં નહીં આવે.