જો તમે આવક વેરા રિટર્ન ફાઇલ ન કર્યું હોયતો આજે કરી નાખજો અન્યથા દંડ થશે.
આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
31 જુલાઈ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓએ લેટ ફી ચૂકવવી પડશે.
જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, તો તેને 5,000 રૂપિયાનો દંડ થશે.
જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ છે. જો તમે ઈન્કમ ટેક્સના દાયરામાં આવો છો, તો ITR ફાઈલ કરવા માટે આજે છેલ્લો દિવસ છે.
2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ પછી, ITR ફાઇલ કરવા માટે દંડ થશે. કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં.
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે કરદાતાઓને ITR ફાઇલિંગ, ટેક્સ પેમેન્ટ અને અન્ય સંબંધિત સેવાઓ માટે મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે, હેલ્પડેસ્ક 24×7 ધોરણે કામ કરી રહ્યું છે અને અમે કૉલ્સ, લાઇવ ચેટ, વેબેક્સ સેશન્સ અને સોશિયલ મીડિયા દ્વારા સહાય પૂરી પાડીએ છીએ.