કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે માસ્ક ન પહેરનાર સામે દંડ વસુલવામાં આવશે અથવા તો,ચહેરો કોઇપણ રીતે ઢંકાયેલી ન હોય તેવી વ્યક્તિ તથા જાહેરમાં થુકનાર વ્યક્તિ સામે કાયદેસરના પગલા લઇ તેઓની પાસેથી રૂ.1000/- લેખે દંડ વસુલવામાં આવશે. ત્યારે 11 ઓગસ્ટથી આ નિયમ લાગુ પડી જશે. રસ્તા ઉપર વાહન ચલાવતા માસ્ક નહિ પહેરો કે જાહેરમાં તમે માસ્ક નહિ પહેરો તો 1000 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવશે. જો કે આ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા કરવામાં આવી છે. 500 રૂપિયાથી વધારી રૂપિયા 1000 કરવો.
