ટ્રમ્પના વિજયના સંજોગો અને પ૦૦-૧૦૦૦ની નોટ ચલણમાંથી દુર થવાના નિર્ણયથી શેરબજારમાં સુનામી : પ્રારંભે સેન્સેકસમાં ૧૬૦૦ પોઇન્ટ અને નીફટીમાં પ૦૦ પોઇન્ટનો કડાકોઃ બાદમાં શાનદાર રિકવરીઃ અફડા-તફડીનો માહોલ
તા.૯ : અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળેલી સફળતા અને ભારતમાં પ૦૦ અને ૧૦૦૦ રૂા.ની નોટો ચલણમાંથી દુર કરાતા તેની અસર સ્વરૂપ શેરબજારમાં પ્રારંભે ૧૬૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જો કે બાદમાં રિકવરી થઇ હતી અને આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૦૩૪ પોઇન્ટ ઘટીને ર૬પપ૬ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નીફટી ૩૩૭ પોઇન્ટ ઘટીને ૮ર૦પ ઉપર છે. શેરબજારમાં આજે વેચવાલીની સુનામી આવી હતી અને પ્રારંભે રોકાણકારોના ૭ લાખ કરોડ ડુબી ગયા હતા.
અમેરિકી ચૂંટણીમાં ટ્રમ્પના વિજયની સંભાવના વધતા ઘરઆંગણે શેરબજારનો ભુક્કો બોલી ગયો છે. પ્રારંભે જ સેન્સેકસ ૧૬૦૦ અને નીફટીમાં પ૦૦ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જો કે બાદમાં સેન્સેકસમાં ૬૦૦ અને નીફટીમાં ર૦૦ પોઇન્ટની રિવકરી જોવા મળી હતી. શેરબજારમાં આજે ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયન બજારો પણ તુટયા હોવાના અહેવાલો છે. ટ્રમ્પની જીતના સંજોગો અને પ૦૦-૧૦૦૦ની નોટ ચલણમાંથી દુર થવાને કારણે તેની બજાર ઉપર વિપરીત અસર પડી છે. મોટાભાગના સેકટરો રેડના નિશાન ઉપર ટ્રેડ કરી રહ્યા છે. રોકાણકારોમાં ભારે પેનીક જોવા મળી રહ્યો છે.
ડેલ્ટા કોર્પ ૧ર૯, એચડીઆઇએલ ૬૩, પી.સી. જવેલર ૪૦૯, ઇન્ડિયા બુલ્સ રિયલ ૬૮, એરટેલ ર૯ર, હીરો મોટો કોર્પ ૩રર૦, બજાજ ઓટો ર૭૩૬, અદાણી પોર્ટ ર૭પ, મહિન્દ્ર ૧ર૯ર, યુનિટેક પ.૦૬, ઇન્ડિયા બુલ્સ હાઉસીંગ ૬૯પ, ટાઇટન ૩રપ, ડીએલએફ ૧રર ઉપર ટ્રેડ કરી રહ્યા છે.