દેશમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે વડોદરા ડિવિઝન માંથી પસાર થતી પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થઇ છે.
ઉત્તર રેલવેના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થઈ છે પરિણામે કેટલીક ટ્રેન રદ કરાઈ છે.
આવતીકાલે તારીખ 13મી જુલાઇના રોજ ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.
તારીખ 13મી જુલાઇના રોજ ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.
ઉત્તર ભારતના ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કમોસમી વરસાદને કારણે રેલવેને પણ અસર થઈ છે.દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.