ઉપલેટા ના જુની કટલેરી બજાર સ્થિત ભંગાર માં આવેલ જુના ફ્રિજના કમ્પ્રેસરનો બાટલો અચાનક ફાટતા થયેલા વિસ્ફોટ માં બે ના મોત થયા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશ માં આવી છે.
ઉપલેટામાં આવેલી જુની કટલેરી બજારમાં ભંગારને કાપવા માટે ગેસ કટર નો ઉપયોગ થઈ રહયા ની વાતો વચ્ચે ઉપલેટામાં જુની કટલેરી બજારમાં આવેલા ભંગારના ડેલામાં જુના ફ્રિજના કમ્પ્રેસરનો બાટલો ફાટતા ભારે ધડાકો થતા નાસભાગ મચી ગઇ હતી.
આ ઘટના માં મજુરી કામ કરતા રજાકભાઈ અજીતભાઈ કાણા (ઉ.65) અને તેનો પુત્ર રહીશ રજાકભાઈ કાણા ઉર્ફે મદારી (ઉ.25) ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા અને પિતા-પુત્રને સારવાર મળે તે પહેલા જ બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. માતમ છવાયો છે. ઘટના ની જાણ થતાજ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબુમાં લીધી હતી.
આમ ગેસ કટર ના ઉપયોગ ને લઈ બજાર માં લોકો ના જીવ સામે જોખમ ઉભું થયા ની ચર્ચાઓ ઉઠવા પામી છે.