ગુજરાત માં અમદાવાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોના વકર્યો છે અને સુરત થી લઈ વલસાડ સંઘ પ્રદેશ માં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અગાઉ ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષના મંત્રીનો ગત બુધવારે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ અમદાવાદની મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે તેમના પરિવાર ને પણ કોરોના નો ચેપ લાગતા પુત્રનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે મંગળવારે મંત્રીના પત્ની અને તેમના ધરે કામ કરતી યુવતી પણ સંપર્કમાં આવતા સંક્રમિત બનતા કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે, ઉમરગામના ધોડીપાડાના વતની અને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર ગત બુધવારે કેબિનેટની બેઠક માટે ગાંધીનગર ગયા હતા. જ્યા તેઓ નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમનો પુત્ર વિજય પણ સંપર્કમાં આવતા તેમને પણ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગતરોજ મંગળવારે આરોગ્ય વિભાગના રીપોર્ટમાં મંત્રી પાટકરના પત્ની પાર્વતીબેન અને તેમના ઘરે કામ કરતી યુવતી મીનાક્ષી નો પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આખો પરિવાર સંક્રમિત હોવાનું બહાર આવતા દોડધામ મચી છે અને આ લોકો કોના કોના સંપર્ક માં આવ્યા તે અંગે પણ તપાસ શરૂ થઈ છે.
Tuesday, May 14