ગુજરાત હવે ડ્રગ્સ માફિયાઓ માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય તેમ અગાઉ મુન્દ્રા પોર્ટ ઉપર મોટી માત્રામાં ડ્રગ્સ નો જથ્થો ઝડપાયા બાદ ફરી એકવાર કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે અને 6 પાકિસ્તાની શખસની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાત ના સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે મળેલી બાતમી ના આધારે કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું વધુ 77 કિલો હેરોઈન ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
Thursday, May 16