કચ્છમાં વરસાદ ચાલુ રહેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે,કચ્છના લખપતમાં ધોધમાર વરસાદને પગલે બાલાપર પાસેનો પુલ ધરાશાયી થયો હોવાના અહેવાલ છે.
પુલ પરથી પસાર થતી ટ્રક પલટી મારી હોવાના પણ અહેવાલ છે.
પુલ તૂટતા 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
જ્યારે અબડાસા તાલુકામાં કાંઠા વિસ્તારમાં 1 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકામાં દસ ઇંચ જેટલો વરસાદ થયો હતો. પણ અંતરિયાળ વિસ્તારના સૂત્રોના જણાવ્યાં મુજબ અમુક સ્થળે 15 ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. જેના પાણી તાલુકાના દરિયા કિનારે આવેલા પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવના દરિયા પાસે આજે નાયરો નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા
કચ્છમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેથી અનેક ડેમ અને તળાવ ઓવરફ્લો થયા છે. ત્યારે નખત્રાણાના વિથોણ પાસે આવેલું ખેતાબાપા સ્થાનકનું તળાવ પણ ઓવરફ્લો થયો હતો
કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છના મધ્યમકક્ષાના સાત ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જૂલાઇના પ્રથમ 10 દિવસમાં જ કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમોમાં હવે 47.51 ટકા પાણી સંગ્રહિત છે. ટકાવારાની હિસાબે કચ્છના ડેમોમાં સાૈથી વધારે પાણી છે.