રાજ્યમાં કચ્છના દરિયા કિનારે વાવઝોડું ટકરાય તે પહેલાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થયો છે.
વેરાવળ અને સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાલ પણ વરસાદી પડી રહ્યો છે.
જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં 3 ઈંચ અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડામાં 7.75, માળિયા હાટિનામાં 7, કેશોદમાં 6.5 ઈંચ વરસાદ
માંગરોળમાં 5.5, વંથલીમાં 5, માણાવદરમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ જૂનાગઢ શહેરમાં 4 ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા, વિસાવદર, ભાણવડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને કોડિનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર, જામજોધપુર, ઉનામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણા, ખાંભા, જેતપુરમાં 1-1 ઈંચ
વરસ્યો છે.
ગીરસોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હતા. સટ્ટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર રોડ સહિતના રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા.
વાવાઝોડાને કારણે વેરાવળની દેવકા નદીમાં સમુદ્રનું પાણી ફરી વળ્યા છે. બે થી ત્રણ ગામમાં પસાર થતી દેવકા નદી ખારા પાણીથી ભરાઈ ગઈ છે. નદીમાં સમુદ્રના પાણી ચાર કિલોમીટર સુધી ફરી વળ્યા હતા.
કચ્છના ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં પણ ભારે પવન સાથે સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રા, ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે.
આજે ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.