ડ્રગ્સના વેચાણમાં હવે ગુજરાત પંજાબ જેવુ બની રહ્યું છે. એક સમયે પંજાબથી આખા દેશમાં ડ્રગ્સ પહોંચાડાતુ હતુ. હવે ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બન્યો છે.
ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. મુન્દ્રામાં કરોડોના ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. આંતરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે 350 કરોડની કિંમતનું ડ્રગ્સ છે. તો બીજી તરફ, આજે સુરતમાં પણ 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પ્રવીણ બીસનોઈ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરતના પુણા પાસેની નિયોલ ચોકડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.