ગુજરાતમાં જ્યારે ગોધરા કાંડ કે અમદાવાદ બોમ્બ બલાસ્ટ કે નરોડા પાટિયા કેસની વાત આવે ત્યારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનાં સુપરિટેન્ડેન્ટ હિમાંશુ શુક્લાને યાદ કરાય છે. પોલીસ વિભાગનાં કડક ઓફિસર તરીકે પણ હિમાંશુ શુક્લાને યાદ કરાય છે. તો આજે આપણે જાણીએ કે કમલેશ તિવારીથી માંડીને તેમને અત્યાર સુધી અનેક કેસોને અંજામ સુધી પહોંચાડનાર હિમાંશુ શુક્લા છે કોણ? ક્યાંથી આવે છે? અને તેમની જાબાંઝ કામગીરી વિશે…
જો હિમાંશુ શુક્લાની કામગીરીની વાત કરવામાં આવે તો.. આફ્રિકામાં સંતાઈ રહેલા રવિ પુજારીને શોધી કાઢવાનું શ્રેય ગુજરાત ATSના SP હિમાંશુ શુક્લને સેન્ટ્રલ એજન્સી આપી રહી છે. 2005મા ભારતીય પોલીસ સેવા દ્વારા ગુજરાત કેડરના IPS અધિકારી બન્યા હતા. 2017મા ભારત સરકારે તેમની ભારતીય જાસુસી સંસ્થા રો માટે પણ પસંદગી કરી હતી. પરંતુ ગુજરાત સરકારે તેમને પ્રતિનિયુક્તિ ઉપર જવા માટે મુકત નહીં કરતા હાલમાં તેઓ ATSના SP તરીકે ફરજ બજાવી રહ્યા છે.
2005મા UPSC પરીક્ષા પાસ કરનાર હિમાંશુ શુક્લ ભારતીય સનદી સેવામાં જઈ શકતા હતા, પણ તેમણે સનદી સેવાના બદલે પોલીસ સેવાનો હિસ્સો થવાનું પસંદ કર્યુ હતું. ગુજરાત કેડરના અધિકારી થયા પછી તેમનો પ્રોબેશન કાળ બનાસકાંઠામાં પસાર થયો હતો, ત્યારે તેમની SP તરીકે આર બી બ્રહ્મભટ્ટ હતા હાલમાં બ્રહ્મભટ્ટ ગુજરાત ગુપ્તચર સેવામાં IGP તરીકે ફરજ બજાવે છે. પ્રોબેશન પૂર્ણ થતાં હિમાંશુ શુક્લ ASP વડોદરા તરીકે નિયુકdત થયા હતા, ત્યારે તેમણે જાણકારી મળી કે વડોદરાનો એક કુખ્યાત ગેંગસ્ટર ઉત્તર પ્રદેશમાં સંતાયો છે. પોલીસ સેવામાં હજી શરૂઆત જ હતી.
UP પોલીસથી આગળ નીકળી ગુજરાત ATS
કમલેશ તિવારી હત્યાકાંડના ખુલાસાની પાછળ ગુજરાત એટીએસના DIG હિમાંશુ શુક્લાનો મુખ્ય રોલ રહ્યો છે. હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં જ ગુજરાત એટીએસે સુરતથી પહેલા ત્રણ આરોપીઓ મૌલાના મોહસિન શેખ, માસ્ટરમાઇન્ડ રાશિદ અહમદ પઠાણ અને ફૈઝાનની ધરપકડ કરી, ત્યારબાદ આ યુવા આઈપીએસ ઓફિસરની આગેવાનીમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડરની પાસે શામળાજી પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ વખતે બન્ને આરોપીઓ રાજસ્થાનથી ગુજરાતની સરહદમાં પ્રવેશ કરવાના હતા. તમને જણાવી દઇએ કે, આ ઘટનાના તાર ગુજરાત સાથે જોડાતા જ ગુજરાત એટીએસ સતર્ક થઇ ગઇ હતી. જેવી એટીએસ ચીફ હિમાંશુ શુક્લાએ સુરતની એક દુકાનમાં આરોપીઓ હોવાની સૂચના મળી હતી. અને તરત હિમાંશુ શુક્લા પોતાની ટીમની સાથે તાત્કાલિક સુરત પહોંચ્યા હતા. જેનું પરિણામ હત્યાંકાડના માત્ર 24 કલાકમાં જ સુરતમાંથી કેસના માસ્ટરમાઈન્ડ રાશિદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.
હત્યાકાંડના મુખ્ય આરોપીઓએ શોધખોળમાં યૂપી પોલીસ લખીમપુર, બરેલી અને સહારનપુર જ ભટકતી રહી હતી, પરંતુ આ તમામ ઘટનામાં ગુજરાત એટીએસે બાજી મારી હતી. ડીઆઈજી હિમાંશુ શુક્લાના નેતૃત્વવાળી ગુજરાત એટીએસે જણાવ્યું કે, આરોપીઓના પરિવારના સભ્યોની પુછપરછ અને ટેકનિકલક અને ફિજિકલ સર્વિલાંસના આધારે આરોપીઓને દબોચી લીધા હતા.
કોણ છે હિમાંશુ શુક્લા? તેમના હાથમાં ગુજરાત ATSની કમાન
ગુજરાત ATSના જાંબાઝ યુવા ઓફિસર હિમાંશુ શુક્લાએ આતંકવાદ નિરોધક એજન્સીના કાર્યભારની પરિભાષા જ બદલી નાંખી છે. હિમાંશુ શુક્લા અગાઉ પણ હાઇપ્રોફાઇલ કેસોનો ખુલાસો કરી ચૂક્યા છે. હિમાંશુ શુક્લા ગુજરાત કેડર 2005ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલ તેઓ ગુજરાત ATSના ડીઆઈજી છે. તેમનું પહેલું પોસ્ટિંગ હિમ્મતનગરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેડેન્ટ ઓફ પોલીસના રૂપમાં થઇ હતી. તેમણે IIT ખડગપુરથી એન્જિનિયરિંગ કર્યું છે. હિમાંશુ શુક્લા જ્યારે ટ્રેનિંગ કરી રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશમાં લૂંટના એક આરોપીને પકડતી વખતે કરેલા એકાઉન્ટમાં તેમને ગોળી વાગી હતી. ગોળી વાગી હોવા છતાં તેઓ કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવતા રહ્યા હતા.
ગોધરા અમદાવાદ બ્લાસ્ટ કેસની તપાસ કરી
ગુજરાતમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હિમાંશુ શુક્લાએ ઘણા હાઇપ્રોફાઇલ કેસ ઉકેલ્યા છે. ગુજરાતના 2002માં થયેલી અથડામણ સાથે જોડાયેલા 4 કેસોની તપાસની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. આ કેસોને તેમને છેક અંજામ સુધી પહોંચાડ્યા હતા. આ કેસ પછી એટીએસમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ઉકેલવામાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુજરાતના ભરૂચમાં 2 બીજેપી નેતાઓની હત્યાના કેસ પણ તેમણે ઉકેલ્યો હતો.
ડૉન રવિ પુજારી, દાઉદના સાગરિતોની કરી ધરપકડ
હિમાંશુ શુક્લા અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીના સાહરિતો અને 1993 બ્લાસ્ટના આરોપીઓની પણ ધરપકડ કરી ચૂક્યા છે. જાન્યુઆરી 2017માં હિમાંશુ શુક્લાએ ગુજરાત પોલીસની સાથે મળીને ગેંગસ્ટર રવિ પુજારીનો સાગરિત સુરેશ પિલ્લઇની ધરપકડ કરી હતી. તે જ વર્ષે જ્યારે ડોન રવિ પુજારી આફ્રિકી દેશ સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે પણ ગુજરાત એટીએસે દેશની ખાનગી એજન્સીઓને મહત્વપૂર્ણ ઈનપુટ આપ્યા હતા.
જૂન 2018માં હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ગુજરાત એટીએસે 1993 બોમ્બે બ્લાસ્ટના આરોપી અહમદ કમાલ શેખ ઉર્ફ લંબૂની ધરપકડ કરવામાં આવી હતી. લંબૂને વલસાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. લંબૂની ધરપકડ પર હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, તેમના પર 5 લાખનું ઈનામ હતું અને લંબૂ સોનાની સ્મગલિંગનું કામ કરતો હતો.