કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં પેરાશૂટ નેતા બનેલા અલ્પેશ ઠાકોર હાલમાં ખુબ ચર્ચામાં છે. રાધનપુરમાં ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરના જુદા જુદા ભાષણોના વિવાદિત વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ મંત્રી જવાહર ચાવડાએ એવું કામ કર્યું કે રાધનપુરના રાજકરણમાં ખુબ જ ગરમાવો આવી ગયો છે.
રાધનપુરમાં મંત્રી જવાહર ચાવડાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ભાજપના નેતા જવાહર ચાવડાએ બાળકીને રૂપિયા આપતો વિડીયો વાયરલ થયો છે. સાંતલપુર તાલુકાના વૌવા ગામે ભાજપની યોજાયેલ સભામાં બાળકીને સારા કામો બાબતે રૂપિયા જવાહર ચાવડાએ રૂપિયા આપ્યા હતાં. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર તેમજ અન્ય નેતાઓની હાજરીમાં મંત્રીજીએ બાળકીને રૂપિયા આપ્યા હતા.
વીડિયો વાયરલ થતા રાધનપુરના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે અને વિપક્ષી ઉમેદવારોએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો છે. આજે પ્રચારના પડઘમ શાંત થવાના છે ત્યારે મંત્રી જવાહર ચાવડાની આ હરકતના કારણે વિપક્ષી દળોમાં ખુબ જ નારાજગી છે અને તેમણે ભાજપ પાર્ટી પર લાલચ આપવાનો પણ આક્ષેપ કર્યો છે.