સુરત નજીક એક ગામ માં બકરી એ માનવ બચ્ચા ને જન્મ આપ્યો હતો અને જન્મ સાથે જ આ બચ્ચા એ માનવ બાળક ની જેમજ રડયું પણ હતું આ ઘટના ને લઈ ભારે સનસની મચી ગઇ છે.કલિયુગ માં અનેક એવા કિસ્સા જોવા મળી રહ્યા છે કે જે જોઈ ખુબજ અચરજ થાય છે આવોજ એક કિસ્સો આજે સુરત નજીક સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલ જૂની સેલટીપાડા ગામે બન્યો છે જ્યાં એક બકરી એ માનવ જેવા આકર ના પશુ ને જન્મ આપતા ભારે ચકચાર મચી ગઇ છે અને આ ઘટના એ ભારે કુતુહુલ જગાવ્યું છે , અહીં એક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને ત્યાં આજે ગુરુવારે સવારે બકરીએ વિચિત્ર માનવ જેવા બચ્ચાને જન્મ આપ્યો હતો આ બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય તેવું લાગતું હતું.
એટલુંજ નહિ પણ નવાઈ ની વાત તો એ છે કે માનવ જેવા ચહેરો ધરાવતા આ બચ્ચા ને પૂંછડી પણ ન હતી.
જૂની સેલટીપાડા રહેતા અજીતભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે અને ખેતી પણ કરે છે. એમને ત્યાં એક બકરીએ વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો.બકરીના બચ્ચાનું કપાળ, આંખ, મોઢું અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવા જ હોવાનું જોવા મળ્યું હતું અને અન્ય બકરીના બચ્ચાની જેમ આ માનવ બચ્ચા ને પૂંછડી પણ ન હતી.
જન્મ બાદ માત્ર દસેક મિનિટ જીવેલા બચ્ચા એ બે વખત નાના બાળક જે રીતે રડે એ જ રીતે રડયું હોવાનું નજીકના ઝરીઆંબાના અને ત્યાં જ હાજર અને ઘટના ના સાક્ષી એવા વિલાસભાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બચ્ચાના માત્ર ચાર પગ અને કાન જ બકરીના બચ્ચા જેવા હતા, જયારે બાકીનું શરીર માનવી જેવું હતું. જોકે સ્થાનિક લોકોએ આ વિચિત્ર આકાર અને કદ સાથે જન્મેલા બકરીના બચ્ચા ની પૂર્વજ આવ્યા હોવાનું માની પૂજા પણ કરી હતી અને બાદમાં વિધિ સાથે દફનાવી દીધું હોવાની વાત સામે આવી છે.
Sunday, May 19