તાલાલા (ગીર): ફળોમાં રાજા ગણાતી કેસર કેરીની સિઝન હવે પૂરી થવાની તૈયારીમાં છે. તાલાલામાં કેસર કેરીની ૫૭ દિવસની સિઝન હવે પૂર્ણતાને આરે છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખેડૂતોને કેરીના પાકમાં ખૂબ ફાયદો થયો છે અને તાલાલાથી ૩૨૫ ટન કેસર કેરીની વિદેશોમાં નિકાસ કરવામાં આવી હતી. તાલાલા પંથકનું જગ પ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરીની પ૭ દિવસની સિઝનની પૂર્ણાહુતિ થઈ છે. રવિવારે છેલ્લા દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ર૬રપ કેસર કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા હતાં. જેટલો ભાવ સારા કેરીના ૪૩૦ નબળા ૧૬૦ સરેરાશ ભાવ રૂ. ૩૧૦ રહ્યો હતો. તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રમેશભાઈએ આપેલી વિગત પ્રમાણે ગત વર્ષ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ૪૦ દિવસ સિઝન ચાલી હતી. આ દરમિયાન ૧૦ કિલો ગામના કુલ ૧૦ લાખ ૬૬ હજાર ૮૬૦ બોક્સ વેચાણ માટે આવ્યા હતા અને એક બોક્સનો સરેરાશ ભાવ ર૮૩માં વેચાણ થયું હતું તેની સામે આ વર્ષે તાલાલા પંથકમાં પાછોતરા પાકને કારણે સિઝન પ૭ દિવસ ચાલી હતી. આ દરમ્યિાન ૧૦ લાખ ૬૬ હજાર ૮ર૦ બોક્સ વેચાણમાં આવ્યા હતા જે ગત વર્ષ કરતા માત્ર ૪૦ બોક્સ ઓછા આવ્યા. સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે તાલાલા યાર્ડમાં વેચાણમાં આવેલા બોક્સ પૈકી એક બોક્સનો સરેરાશ ભાવ રૂ. ર૬પ લેખે ખેડૂતોને મળ્યા છે. ગત વર્ષ કરતા રૂ. ૧૮ લેખે ઓછા મળ્યા હતા. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ૭ દિવસની સિઝન દરમ્ાિયાન માલ વેચવા આવતા ખેડૂતો તથા વેપારી ભાઈઓ તથા કમિશન એજન્ટો અને ખરીદ કરવા આવતા નાના-મોટા વેપારીઓને કોઈ મુશ્કેલી પડે નહીં માટે યાર્ડ દરમિયાન તમામ સવલતો ઊભી કરવામાં આવી હતી. તેના તમામ લોકોને સંપૂર્ણ સંતોષ હતો. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં સિઝનનો છેલ્લો દિવસ હોઈ આવક ઓછી હતી તેમ જ ખેડૂતો અને વેપારીભાઈઓની હાજરી પણ ખૂબ જ પાંખી હોઈ કેસર કેરી અને માનવમેદનીથી ઊભરાતું યાર્ડ સાવ સૂનુ લાગતું હતું. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં પ્રોસેસ થયેલી કેસર કેરી પૈકી ૩રપ ટન કેસર કેરી તાલાલા ગીરથી યુરોપ અને યુએસએમાં વેચાણ માટે ગઈ હતી. દેશના સીમાડા ઓળંગી વિદેશમાં ગઈ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.