શંકરસિંહ વાઘેલા ૧ર થી ર૦ કોંગી ધારાસભ્યો, પ્રદેશ હોદેદારો સહિતના લોકો ભાજપમાં જાય છે આવી વાતો ફેલાઇ રહી છે આ બધી વાતો અફવા હોય કે સત્ય હકીકત પરંતુ એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કોંગ્રેસના ડઝનેક ધારાસભ્યો, પ્રદેશ હોદેદારોમાં અવગણના, અનિવાર્યતા ત્થા ગેરશિસ્ત આચરનારાઓ સામે પગલાઓ ન લેવાના કારણે ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે જે હાલમાં ચર્ચાતી વાતો કે અફવાઓને સાચી પાડી શકે છે. આ બધી પરિસ્થિતીઓ માટે જો કોઇ જવાબદાર હોય તો તે પ્રદેશના નેતાઓ છે મોટા ગજાના નેતાઓએ જ કોંગ્રેસના ત્થા પોતાના પગ ઉપર કુહાડા માર્યા છે.
એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે પ્રદેશના તથા સ્થાનિક નેતાઓ કયારેક ભાજપ સામે લડયા જ નથી કેમ કે અંદરો અંદર લડવામાંથી નવરાજ થતા નથી. પ્રદેશ, શહેર કે જીલ્લાઓમાં પ્રવર્તતી જુથબંધી, લડાઇ અને ભાજપના બદલે એકબીજાના રાજકારણ ખતમ કરી નાખવા સુધીની આંતરીક લડાઇના બીજ સૌના પોતપોતાના રાજકીય વડીલો તથા ૨’આકા”ઓએ જ રોપ્યા છે.
આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાના વાવડ મળે છે તેમાં બહુ ખોટી વાતો નથી ડઝનેક ધારાસભયો અને પ્રદેશ હોદેદારો પોતાને શોભાના ગાંઠીયા બનાવી દેવામાં આવ્યા હોય ભયંકર નારાજગી અનુભવી રહ્યા છે.
સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો ભાજપમાં જોડાઇ રહ્યાની જેમના માટે ગઇકાલે અફવા હતી તેવા જામનગરનાં રાઘવજીભાઇ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) જાહેરમાં ભલે કાંઇ કહે નથી પરંતુ તેમના અંગત કાર્યકરોમાં ચર્ચાતી વિગતો મુજબ રાઘવજી પટેલ અને હકુભાએ હજુ આવો કોઇ નિર્ણય કર્યો નથી પરંતુ બન્ને ભારે અવગણના, પક્ષના લોકો દ્વારા જ તેમને પહોંચાડતી મુશ્કેલીઓ-હાની અને પ્રદેશ નેતાઓ દ્વારા થતી ભારે અવગણનાથી ભારે નારાજ છે.
બન્નેના મનમાં હજુ પણ કોંગ્રેસ માટે ઉમદા ભાવના છે અને જયારે મને કમને કોઇ નિર્ણય કરવાનો થશે તો આ પટેલ-દરબારની જોડી સાથે જ નિર્ણય કરશે. બન્ને ધારાસભ્યો પ્રદેશ કોંગ્રેસની નિતિ અને કાર્યપધ્ધતિથી નારાજ હોવાનું કોંગ્રેસને નુકશાન પહોંચાડતા પરીબળોને ટોપના નેતાઓ છાવરતા હોવાનું નહીં પરંતુ તેઓને પીઠબળ પુરૃં પાડતા હોવાની લાગણી અનુભવે છે. તેમ તેમના કાર્યકરોમાંથી જાણવા મળે છે.
અંગત વર્તુળો તો ત્યાં સુધી કહે છે કે આ અંગે છે કે રાહુલ ગાંધી સુધી લાગણીઓ પહોંચાડાઇ છે પરંતુ કોઇ પરીણામ આવ્યું નથી ટૂંકમાં જામનગર અને જીલ્લામાં વર્ચસ્વ ધરાવતા હોવા છતાં અવગણનાની હદ સુધી અવગણના થતી હોવાનું મનાય છે.
રાજકોટ શહેરમાં પણ જામનગર જીલ્લા જેવી જ પરિસ્થિતિ છે. મોટા નેતાઓના કારણે જ શહેરમાં રીતસરના બે ભાગલા પડી ગયા છે અને આ ભાગલા માટે પણ જાણકારો પ્રદેશની નેતાગીરી ઉપર જ દોષનો ટોપલો ઓઢાડે છે.
ગઇકાલે જે આઠ ધારાસભ્યો ભાજપમાં જવાની વાતો ફેલાઇ હતી તેમાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર કારણવગરના અંટાઇ ગયાનું મનાય છે. રાજેન્દ્રસિંહને કોઇ જુથ સાથે કાંઇ લેવા-દેવા નથી.
જયારે રામસિંહ પરમાર અને સી.કે. રાઉલજી બાપુના સમર્થક છે અને પ્રદેશની કાર્યનીતિથી નારાજ હોવાનું મનાય છે.
જાણકારો તો ત્યાં સુધી ચર્ચા છે કે કોંગ્રેસમાં જુથવાદ અને આંતરીક લડાઇ એટલી હદે વકર્યા છે કે હવે ગમે તેવા વેલ્ડીંગ એકતા અને એકસંપ લાવી શકે તેમ નથી.
અમુક આગેવાનો તો એવું પણ ચર્ચે છે કે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચેની લડાઇમાં એક નવા જુથનો પણ ઉમેરો થયો છે અને આ જુથ અંગ્રેજની નીતિ જેમ આગળ વધી રહ્યું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.