આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
