ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાને પોલીસે ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે પાંચ દિવસના તા.17 જૂલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહત્વનું છે કે પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાને પોલીસે મંગળવારે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેથી કોંગ્રેસના પૂર્વ લોકસભા સ્વ. સાંસદના કથિત ઘરમાંથી ઝડપી લીધા હોવાની ચર્ચા છે.
લાંગાને એપ્રિલ 2018 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લાંગા સામેની ફરિયાદ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી ધૈવત ધ્રુવે નોંધાવી હતી. તેમની સામે 17 મેના રોજ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. લાંગા ઉપરાંત, તત્કાલિન કલેક્ટર ચિટનીશ અને ગાંધીનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આરએસી)ના પણ એફઆઈઆરમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા
પોલીસ તપાસમાં લાંગાના જૂનાગઢમાં ચાર બંગલા, ખેડાના માતરમાં 30 એકર જેટલી જમીન, તેના પરિવારના સભ્યોના નામે અમદાવાદની આસપાસ ત્રણ જમીન ઉપરાંત અમદાવાદમાં રાઇસ મિલ, એક ફ્લેટ અને બંગલો તેમજ અમીરાજ બિલ્ડકોન નામની કંપનીમાં લાંગા ભાગીદાર હોવાની વાત સામે આવી છે.
એસ કે લાંગાની પૂછપરછ દરમિયાન વધુ માહિતી સામે આવશે તેમજ તેમણે કોઈની સૂચનાથી કર્યુ હતું કે પોતાની રીતે કૌભાંડ કર્યું હતું? જે સમગ્ર બાબતોની તપાસ કરવામાં આવશે.