ગાંધીનગર, 5 નવેમ્બર 2020
ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકીના પ્રોજેક્ટ ડ્રોપ થાય છે. 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં 9491 કરોડનું મૂડીરોકાણ થવાનું છે.
2015માં 5464 પ્રોજેક્ટ મૂડીરોકાણમાંથી ખસી ગયા છે. એવી જ રીતે 2017માં 24774 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર થયા હતા. જે પૈકી 15425 પ્રોજેક્ટમાં 3.08 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનું કહેવામાં આવે છે. બાકીના 2662 પ્રોજેક્ટમાં 56740 કરોડનું મૂડીરોકાણ અંડર ઇમ્પ્લિમેન્ટેશનમાં હોવાનો દાવો ઉદ્યોગ વિભાગે તેના એક ડોક્યુમેન્ટમાં કર્યો છે. 2017ના વર્ષના પણ 3938 જેટલા પ્રોજેક્ટ ડ્રોપ થયાં છે.
એટલે કે છેલ્લા બે વાયબ્રન્ટ વર્ષનું સરવૈયું જોતાં કુલ 46088 પૈકી 9912 પ્રોજેક્ટ ડ્રોપ થયાં છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે આ બન્ને વાયબ્રન્ટ સમિટના જે પ્રોજેક્ટ કમિશન્ડ થયાં છે તેમાં રાજ્યને 5.97 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે.