ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટામેટાના વધતા જતાં ભાવ મુદ્દે પોતાનો વિરોધ અનોખી રીતે નોંધાવ્યો છે.
અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 2 કિલો ટામેટા ઈ-કોમર્સ સાઈટ એમેઝોન દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને મોકલી આપ્યા છે.
પ્રતિકિલોએ 160 રૂપિયાને પાર પહોંચ્યો છે. એટલે કે એક ટામેટું તમને 18થી 20 રૂપિયાએ મળશે. ટામેટાના ભાવ વધતાં લોકોએ વપરાશ ઓછો કર્યો છે.
અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પેટ્રોલ કરતાં પણ એક કિલો ટામેટા વધારે મોંઘા પડી રહ્યાં છે.
માર્કેટિંગ યાર્ડમાં ટમેટા 1600 રૂપિયાથી લઈને 2200 રૂપિયાના મણે વેચાઈ રહ્યાં છે. જો રીટેઈલની વાત કરવામાં આવે તો આ જ ટમેટા 150 રૂપિયાથી લઈને 200 રૂપિયાના કિલો વેચાઈ રહ્યાં છે.જોકે,આ વધારો દેશભરમાં જોવા મળી રહ્યો છે.
આવા સમયે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે.