ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક આજે મળી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી બેઠક પછી શંકરસિંહે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, હું સીએમ પદનો દાવેદાર નથી, ગુજરાતની આગામી ચૂંટણી કોંગ્રેસ ભરતસિંહ સોંલકીની આગેવાનીમાં લડશે.’ કારોબારી બેઠકમાં ચૂંટણી પ્રચાર, કોંગ્રેસની રણનીતિ સહિતના મુદ્દે વરિષ્ઠ નેતાઓએ સ્થાનિક નેતાઓને સંબોધન સાથે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકને સંબોધન કરતાં અહેમદ પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ચૂંટણી ભંડોળ નથી એટલે દરેક કાર્યકર્તા પાસેથી ૫૦૦ રૂપિયા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે. ટિકીટ માટે કોઈની પણ ભલામણ નહીં ચાલે, જીતી શકે તેવા જ ઉમેદવારોને ટિકીટ અપાશે.’