ગુજરાતમાં જ્યાં કોરોના એ વિરામ લીધો હતો ત્યાંતો ત્યોહારો આવતાની સાથેજ કોરોનાએ ફરી ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. મળતી માહિતી મુજબ કાલે ગુજરાતમાં 30 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં તહેવાર પહેલા કોરોના સંક્રમણમાં વધારો થયો છે. બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,205 દર્દીઓએ કોરોનાને માત છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કાલે એક મોત પણ થયું છે. કાલે 3,44,908 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલ રાજ્યમાં કોરોનાના એકટીવ કેસની વાત કરીયે તો કુલ 171 જેટલા કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 166 નાગરિકો સ્ટેબલ છે. 8,16,205 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન 8, સુરક કોર્પોરેશન 5, વલસાડ 5, સુરત 3, વડોદરા કોર્પોરેશન 3, ગીર સોમનાથ 2, નવસારી 2, જૂનાગઢ 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણ કરવા માટે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1419 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15768 નાગરિકોને રસીનો પ્રથમ અને 78969 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 47742 નાગરિકોને રસીનો પ્રથમ અને 201004 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. કાલના દિવસમાં 3,44,908 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,93,28,268 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.