ગુજરાતમાં ભાજપના સીઆર પાટીલ લોકસભાની ચૂંટણી પૂર્વે સક્રિય થઈ ચૂક્યા છે અને અલગ અલગ વિસ્તારમાં જઈ ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક નેતાઓ-આગેવાનોને મળી માર્ગદર્શન આપી રહયા છે તેજ પ્રકારે કોંગ્રેસ તરફે હવે શક્તિસિંહ સક્રિય થયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ હવે ભાજપના સીઆર પાટીલની સ્ટાઈલમાં જેમ રાજ્યમાં કાર્યકરો આગેવાનો સાથે મિટિંગો અને કાર્યક્રમો શરૂ કરી દીધા છે.
તેઓ આગામી સપ્તાહ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસની સેવાદળ સમિતિના સૌરાષ્ટ્ર કચ્છના હોદેદારો સાથે મિટિંગ યોજી આગામી લોકસભા ચૂંટણી અંગે તાલીમ આપનાર છે. શક્તિસિંહ ગોહિલ સાથે સાથે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ દેસાઈ પણ રાજકોટમાં આવશે અને તાલીમ કાર્યક્રમમાં જોડાઈ હોદેદારોને માર્ગદર્શન આપનાર છે.
શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં મિટિંગો અને કાર્યક્રમો ગોઠવી આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. જે અંતર્ગત આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસ સેવાદળના હોદેદારોને એકઠા કરી બેઠક અને તાલીમ કાર્યક્રમ રાજકોટમાં યોજવાના છે.
આમ,ભાજપ જે રીતે કાર્યકરો અને આગેવાનો સાથે કાર્યક્રમો અને મિટિંગો કરી રહ્યું છે તેજ રીતે શક્તિસિંહ સીધા સંપર્ક માં આવી રહયા છે.