ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી રહયા છે અને તે છે પોલીસ ભરતીના.
રાજ્યના પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં મોટા પાયે ભરતી આવી રહી છે.
પોલીસની નવી ભરતી માટે કવાયત શરુ થઈ ગઈ છે,આગામી દિવસોમાં PSI અને લોક રક્ષકની મોટા પાયે ભરતી થનાર છે.
આ ભરતી અગાઉ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે.
હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ છે. એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે DIG પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના DIG તરીકે સેવા આપશે. હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના DIG છે.
આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.