ગુજરાત માં છેલ્લા વર્ષોથી કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે કોંગ્રેસ નું સુકાન યુવા ચહેરા ને આપી પાર્ટી હાઈ કમાન્ડે નવો દાવ ખેલ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે,પાટીદાર નેતા હાર્દિક પટેલને પાર્ટીના ગુજરાત એકમ ના કાર્યકારી પ્રમુખ બનાવવા ની ઘટના બાદ ઘણા પીઢ નેતાઓ માં નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ચાલુ વર્ષના અંતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ હાઈ કમાન્ડ હાર્દિક પટેલ નું પરફોર્મન્સ જોવા મળી શકે છે, જોકે હાઈકમાન્ડના આ નિર્ણયને કારણે પક્ષમાં જ આંતરીક ડખ્ખા થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે ઓછી ઉંમર ના હાર્દીક ના માર્ગદર્શન હેઠળ પક્ષના સિનિયર નેતાઓ ની પ્રતિક્રિયા શુ આવશે તેતો આવનારો સમય જ કહેશે પરંતુ એવી પણ ચર્ચા છે કે વર્તમાન પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના દેખાવથી અસંતુષ્ટ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે. જોકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે, જનહિત માટેની લડાઈ હવે ગુજરાતમાં અમે સાથે મળીને લડીશું. જ્યારે ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા ની સામે આવેલી પ્રતિક્રિયા માં તેઓ એ જણાવ્યું કે ગુજરાતમાં સામાજિક મતભેદ, તોફાનો, અશાંતિ અને અપપ્રચાર ફેલાવ્યો તે વ્યક્તિ હવે કોંગ્રેસ નો અગ્રણી પદ ઉપર છે.આમ અલગઅલગ પ્રતિક્રિયા વચ્ચે હાર્દિક પટેલ આગામી સમય માં કોંગ્રેસ ની સંપૂર્ણપણે લગામ હાથમાં લે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
Tuesday, May 14