ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્ત્વ કરતી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (GCCI) નવા પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રના અગ્રણી અજય પટેલે (Ajay Patel) કાર્યભાર સંભાળ્યો છે.
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના વિકાસમાં ચેમ્બરનું યોગદાન અતિ મહત્ત્વનું હોવાનું જણાવી ઝાયડસ કેડીલાના ચેરમેન પંકજ પટેલે પણ ચેમ્બર સતત વિકાસ કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શપથગ્રહણ કર્યા.
GCCIના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે.
તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે.
તો GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલે પદ સંભાળ્યું છે.
જ્યારે પ્રમુખ તરીકેનો કાર્યભાર છોડતા પથિક પટવારીએ ચેમ્બરનો નવો લોગો લોન્ચ કર્યો હતો અને વર્ષ દરમિયાન સહકાર આપનાર તમામ સભ્યોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં અબુધાબીથી ખાસ પધારેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ પૂ. બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ અજયભાઈને ચેમ્બરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું અને તમામ સભ્યો માટે ભગવાન શ્રીકૃષ્ણની જેમ નિસ્પૃહી રહેવાનું સૂચન કર્યું હતું