રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ નો ભગવો લહેરાયો છે સાથેજ કોંગ્રેસ નું હવે લગભગ બધે અચ્યુત્તમ થઈ ગયું છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. પેટલાદ નગર પાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચમાં ઉમેદવારી કરનારા ધારાસભ્ય નિરંજન પટેલનો બંને બેઠકો પર પરાજય થયો છે. બીજી બાજુ આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજ પરમારની કારમી હાર થઈ છે.
પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં છે. ઉત્તરગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે. તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે. અરવલ્લી જિલ્લાના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રની પણ હાર થઈ છે.
આમ હવે જૂની પાર્ટી અસ્ત તરફ આગળ વધી રહી છે.
ગુજરાત માં આમ આદમી પાર્ટી અને ઓવૈસી ને બેઠકો મળતા નવી પાર્ટીઓ નો ઉદય થયો છે.