ગુજરાત માં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહિ થતા હવે કોરોના નું જોખમ વધ્યું છે. ચૂંટણી પ્રચારમાં ટોળેટોળા જામે છે, જેના કારણે ફરી કોરોનાનો ફેલાવો વધી શકે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લૂ જેવા વાઈરલ ઈન્ફેકશનને વેગ મળતો હોય છે. યુ.કે., અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દિવાળીમાં જે રીતે કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો હતો, તેવું ના બને તેની ચિંતા દરેકે કરવી પડશે. રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકે સચેત રહેવાની જરૂર છે. દિવાળીની જેમ કેસમાં તીવ્ર ઉછાળો આવશે તો સરકારે હોળીના તહેવાર વખતે જ ફરી એકવાર નિયંત્રણો નાખવાનો વારો આવશે એમ તબીબો નું કહેવું છે.
હાલ માં છેલ્લા બે દિવસ થી રાજ્ય માં ફરી એકવાર કોરોના ના કેસો વધી રહ્યા છે તે જોતા કોરોના નું સંક્રમણ વધવાની શકયતા ઉભી થઇ છે.
Saturday, May 18