ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં લો-પ્રેશરની અસર ને લઇ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે તેમ હવામાન વિભાગ ના સૂત્રો નું કહેવું છે.
આજે આકાશ મુખ્યત્વે વાદળીયું જોવા મળ્યું હતું ગતરોજ રવિવાર ના દિવસે રાજ્ય માં વરસાદ નોંધાયો હતો અમદાવાદ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે.
વલસાડ,વાપી, પારડી,કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર એન વડોદરામાં પણ રવિવારે વરસાદ થયો હતો. વલભીપુરમાં બે ઈંચ, ઉમરાળા અને તળાજા પંથકમાં એક ઇંચ જ્યારે વડોદરામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ ગતરોજ અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ,દક્ષિણ ગુજરાતમાં દીવસભર વરસાદ પડ્યા બાદ વધુ ત્રણ દિવસો દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Wednesday, May 15