આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ની એન્ટ્રી થઇ ગઇ છે . AIMIM એ મતવિસ્તારની પ્રથમ યાદી જાહેર કરી છે જ્યાંથી તે ચૂંટણી લડશે . પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે અમદાવાદની તમામ 5 બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે . ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી ગયા છે . AIMIM એ અમદાવાદમાં 5 મતદારક્ષેત્રોની યાદી જાહેર કરી છે . જેમાં દરિયાપુર , દાણીલીમડા , જમાલપુર , બાપુનગર અને વેજલપુરનો સમાવેશ થાય છે . તેમાંથી માત્ર વેજલપુર બેઠક ભાજપ પાસે છે , જ્યારે અન્ય તમામ બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે . આ મામલે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે AIMIM એ સીટો પર ચૂંટણી લડી રહી છે , જેના પર કોંગ્રેસના વોટ કપાયા હતા . સૂત્રોએ જણાવ્યું કે AIMIM એ તમામ પાંચ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે જ્યાં મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે . પાર્ટી આગામી સમયમાં વધુ બેઠકોની જાહેરાત કરશે .
ઔવેસી આગામી સમયમાં બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે . તેઓ 1 અને 2 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે .મોટાભાગે જીતી શકીએ તેવા ગણિતવાળી જ સીટો પર લડવાનું નક્કી કર્યું છે . આ પ્રમાણે 65 સીટો નક્કી કરી છે . 65 સીટો નક્કી કરવા પાછળના ગણિત અંગે જણાવતાં સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે , જે જગ્યાએ 60 થી 65 હજાર મુસ્લિમ મતદારો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે . ધારો કે , મોડાસાની સીટ પર ઠાકોર સમાજના વોટ વધારે છે . અહીં ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો કરી , મુસ્લિમ વોટ મર્જ કરી સીટ જીતીશું . આવી ઘણી સીટો છે . અમારા ગણિત પ્રમાણે 65 સીટો એવી છે જ્યાં અમે જીતી શકીએ છે . દરેક જાતિ અને સમાજના લોકોને ટિકિટ આપીશું . આજ સુધી કોંગ્રેસે મુસ્લિમ વોટથી સરકાર બનાવી છે . તે વોટને મોર્જ કરી અમે જીતવાની કોશિશ કરીશું .