આજે વિધાનસભામાં સત્ર શરૂ થયાં પહેલાં જ કોંગ્રેસે દેખાવો કરવાનું શરૂ કર્યું હતું,બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવ્યું હતું.
આજથી બે દિવસનું ટુંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જો કે ચૂંટણી બાદ બનનારી સરકારનું સત્ર મળશે. પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતાં. નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર ૧૦ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા,પૂના ગામિત,ચંદનજી ઠાકોર, નૌશાદ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.