નવી દિલ્હી: મહેસાણા જીલ્લામાં પ્રખ્યાત ગ્લાસ મેન્યુફક્ચરિંગ કંપની પોતાનો નવો પ્લાન્ટ સ્થાપશે.અસાહી ઈન્ડિયા ગ્લાસ (AIS) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, તેઓ મહેસાણા ખાતે 500 કરોડના રોકાણ થકી નવા પ્લાન્ટની સ્થાપના કરશે. અસાહિ ગ્રીન ફિલ્ડ ઓટોમોટિવ ગ્લાસ પ્લાન્ટ નાખશે.
મારુતિ સુઝુકીની ઓટોમોટિવ ગ્લાસની માંગને પહોચી વળવા માટે થઈને પ્રાથમિક ધોરણે 500 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ બે અલગ-અલગ ભાગમાં કરવામાં આવશે. પ્લાન્ટ વાર્ષિક 1 મિલિયન લેમીનેટેડ ગ્લાસ અને 1.2 મિલયાન ટેમ્પર્ડ ગ્લાસનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ રોકાણ ભારતીય સરકારના મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યું છે અને આ રોકાણ સાથે જ AIS ભારતભરમાં પ્લાન્ટનું નિર્માણ કરે તેવી શક્યતા છે.