સરકારી ખાનગી હોસ્પિટલોમાં જયારે કીડની , હૃદય , કેન્સર જેવી ગંભીર બિમારીઓ કે ઈમરજન્સીમાં કોઈ દર્દી સારવાર માટે પહોચે છે તો તેનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવો પડે છે.
કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, તેવા સંજોગોમાં અન્ય બિમારીથી પીડાતા દર્દીઓના તાત્કાલિક વિનામૂલ્ય ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, માટે ખાનગી લેબની સંખ્યા પણ વધારવી જોઈએ. ઉપરાંત અન્ય બિમારીથી પીડાતા વ્યક્તિનો ટેસ્ટ કરાવવામાં આવે તેવા સંજોગોમાં જો તેનોરિપોર્ટ પોઝીટીવ આવે તો તેને કોરોના વોર્ડમાં ટ્રાન્સફર કરી દેવાય છે . તેને કોરોના સાથે અન્ય બિમારીની સારવાર પણ મળવી જોઈએ, પરંતુ તેવું થઈ રહ્યું નથી.
પરિણામે મૃત્યુ આંક સતત વધી રહ્યો છે . બીજી તરફ કોરોના સિવાયના અન્ય ગંભીર બિમારી ધરાવતા અન્ય દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાકીદે દાખલ કરી વિનામૂલ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ .
કોરોના વાયરસ અન્ય બિમારીથી પીડાતા દર્દીઓ માટે પ્રાણઘાતક નીવડી રહ્યો છે . આથી અન્ય બિમારીઓની પણ ઉત્તમકક્ષાની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ . દરેક સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમકક્ષાની સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવુ જોઈએ . હાલની સ્થિતિ ચિંતાજનક છે .