ગુજરાત વિધાનસભાની જસદણ બેઠક પર આજ સવારથી જ મતદાન શરૂ થયું હતું અને મોતી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. આ તમામ વચ્ચે ડુંગળી-લસણનો યોગ્ય ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ ડુંગળી અને લસણના હાર પહેરીને મતદાન કરવા પહોંચી ગયા હતા.
જસદણ વિસ્તારના ખેડૂતોએ ચાલું વર્ષે ડુંગળી અને લસણનું પુષ્કળ વાવેતર કર્યું હતું. પરેતું પાકના યોગ્ય ભાવ ન મળતા તેઓ રોષે ભરાયા હતા. આ ચુંટણી પ્રચાર દુમિયાન ખેડૂતોએ લોકોને ડુંગળી અને લસણ ફ્રી માં આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે પાકના પુરતા ભાવ આપવા માટે સરકાર સામે માંગણી કરી હતી.