કોરોના એ બાળકો ના શિક્ષણ ને પ્રભાવીત કર્યું છે અને પરીક્ષા બાદ રિઝલ્ટ માં પણ આ વર્ષે ખાસ્સો ટાઈમ લાગ્યો છે ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલ ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી 10 જૂન આસપાસ જાહે૨ થાય તેવી શક્યતા રહેલી છે.
શિક્ષણ વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પેપરોની તપાસણી પૂર્ણ થવા ના આરે છે અને બોર્ડ દ્વારા હાલ બંને પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી આખરી તબકકામાં ચાલી ૨હી હોય આગામી જૂન માસના બીજા સપ્તાહ દરમ્યાન સંભવતઃ પરિણામ તૈયાર થઈ ગયા બાદ 10 જૂન આસપાસ ધોરણ 10 અને પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું તબકકાવા૨ પરિણામ જાહે૨ થવાના તંત્ર એ સંકેત આપ્યા છે.
Saturday, May 18