મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે.
મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ કરવાના છે.
છત્તરની આ જી.આઇ.ડી.સી.નું ૨૪ હેકટરમાં નિર્માણનું આયોજન છે. તેમાં એમ. એસ.એમ.ઇ. એકમોને ૫૦૦ થી ૩૦૦૦ ચો. મીટરના ૧૨૭ પ્લોટ અને જનરલ કેટેગરીમાં ૩૦૦૦ થી ૭૦૦૦ ચો. મીટરના ૧૧ પ્લોટ ફાળવવામાં આવશે
રાજ્યમાં હાલ ૨૧૨ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૬૩ હજાર થી વધુ ઉદ્યોગો ૧૭ લાખ ઉપરાંત લોકોને રોજગાર અવસરો પુરા પાડી રહ્યા છે.
મુખ્ય મંત્રીશ્રી આ ડ્રો સાથે દહેજ પી. સી. પી. આઇ. આર.ના ઉદ્યોગો માટેના ૨૪૭ કરોડ ના સી. ઈ. ટી. પી. પ્લાન્ટ અને સાયખામાં ૨૩૦ કરોડ ના ખર્ચે ૪૦ એમ. એલ. ડી. ક્ષમતાના સી.ઇ. ટી. પી.નો ઇ-લોકાર્પણ કરશે
આ બેય પ્લાન્ટ કાર્યરત થવાથી આ વસાહતોના પેટ્રોલિયમ કેમિકલ્સ પેટ્રોકેમિકલ અને ડાઇઝ તેમજ પિગમેંન્ટ ઉદ્યોગો ના ગંદા પાણી નો યોગ્ય નિકાલ થશે અને પર્યાવરણ જળવાશે