ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો સહિત ખેડા, ગાંધીનગર અને વિરમગામ સહિતની સીટોનો સમાવેશ કરાયો છે. અમદાવાદ કલેકટર વિજય નેહરાએ મતદારોની માહિતી આપતા જણાવ્યું છે કે, “અમદાવાદ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 59,30,917 છે. જેમાં પુરુષ મતદાર 28,39,556 અને સ્ત્રી મતદારની સંખ્યા 25,91,222 છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચુંટણીમાં ટ્રાન્સજેન્ડરને પણ મતદાન મંજૂરી અપાઈ છે. અમદાવાદ જિલ્લામાં 139 ટ્રાન્સજેન્ડર નોંધાયા છે. ઉપરાંત સેવા મતદાર 2892 છે. લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમવાર ભાગ લેતા હોય તેવા યુવા મતદારોની સંખ્યા 70,717 છે.
તેમણે ઉમેર્યું છે કે, વધુ ને વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે તે માટે નવા મતદારોની નોંધણી પ્રક્રિયા 22મી માર્ચ સુંધી ચાલુ રહેશે. આ મતદારો ફોર્મ નં: 6 ભરવાનું રહેશે.
પત્રકાર પરિષદમાં આચારસંહિતાના મુદ્દે તેમણે કહ્યું કે, 10મી માર્ચથી આચારસંહિતા લાગૂ થઈ છે. એટલે કે છે ત્રણ દિવસમાં 2 થી 3 આચારસંહિતા ભંગની રેલી, બેનર સંદર્ભે ની ફરિયાદ મળી છે અને અંમે તેનો યોગ્ય કાયદાકીય નિકાલ કર્યો છે.