બોર્ડના પરીક્ષાના પરિણામ વિદ્યાર્થીઓ માટે માનિસક તણાવનો જન્મ આપતા હોય છે.અને કોઈકવાર આ તણાવ વિદ્યાર્થીઓને જીવનટુંકાવવા માટે મજબુર કરતો હોય છે…એવોજ એક દાખલો નવસારીજીલ્લાના ગણદેવી તાલુકામાં બન્યો છે પરિણામના ડર ને લઈને કુનાલ મિસ્ત્રી એ નદીમાં છલાંગ લગાવી જીવન ટુકાવ્યું છે..
નવસારીજીલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવાગામે રેહતો અને સુરતજીલ્લાના કામરેજની વાલ્મીકી શાળામાં અભ્યાસ કરતો કુણાલ જીગ્નેશ મિસ્ત્રીએ આજે ધોરણ -૧૦ ના પરિણામની ચિંતાએ ગણદેવી તાલુકાના મટવાડગામ પાસેથી પસાર થતી અંબિકા નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે…જેને જાણ પરિવારને થતા પરિવાર આઘાતમાં સારી પડ્યો છે……આશાસ્પદ વિદ્યાર્થી પરિણામ જોવા વગર જ મોતની છલાંગ લગાવી દેતા પરિવારને વધુ આઘાત લાગ્યો છે.આ આશાસ્પદ વિધીયાર્થીનું પરિણામ ૭૧% આવ્યું છે જો કદાચ આ પરિણામ જોવા રોકાયો હોત તો આવો ગમખ્વાર બનાવ ના બનત.
બચપણથી માતાની મમતા ગુમાવી ચૂકેલ કુણાલ મિસ્ત્રી ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતો હતો…..પરંતુ ઓછા ટકા આવવાના ડર અને લોકોને શું જવાબ આપવાના ડર ને કારણે વિદ્યાર્થીએ મોત ની છલાંગ લગાવી ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે…જે ના જવાબદાર આપણે ઉભા કરેલા ભેદભાવ છે ઓછા ટકાવાળા કે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આપણે નિમ્નકક્ષાના ગણીને ઠપકો આપીએ જેના કારણે હતાસાઓ ઘેરી વળી માનસિકતાણઅનુભવવાના ભયે જીવન ટુકાવવાના માર્ગો પસંદ કરતા આજના વિદ્યાર્થીઓ અચકાતા નથી.