તૌકતે વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે અસર વર્તાઇ રહી છે. ગુજરાતના પોર્ટ પર ગ્રેડ ડેન્જર સિગ્નલ કાર્યરત કરાયુ છે. પોરબંદરના બંદરે આઠ નંબરનુ ખતરાનુ સિગ્નલ લગાવાયુ છે. ચક્રવાત અને ભારે વરસાદથી સમુદ્ર ગાંડોતૂર બનવાની પ્રબળ શક્યતા છે. દરિયામાં ત્રણ મીટરથી વધુ ઉંચા મોજાની પણ સંભાવના છે. લોકોએ ઘરમાં જ રહેવા અને તમામ ઘરવખરી રાખવાની તંત્રએ અપીલ કરી છે. પોરબંદરના દરિયા કાંઠા વિસ્તારમાં લોકોને ના જવા અપીલ કરાઈ છે.
માંગરોળના દરિયા કિનારે
ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધતા તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.જૂનાગઢના માંગરોળના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે. જેમ જેમ વાવાજોડું નજીક આવતું જાય છે તેમ તેમ દરીયામાં કરંટ વધતો જાય છે. માંગરોળના બંદરે ભયજનક સ્થિતિનો ચિતાર આપતુ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
- માંગરોળના દરીયામાં દેખાયો જોરદાર કરંટ
- માંગરોળ બંદરે ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું
- 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર લાગ્યું 10 નંબરનું ભયજનક સિગ્નલ
- અતિ ભયજનક સિગ્નલ લગાવાયું
- ગઇકાલે હતું 4 નબરનું સિગ્નલ
- સવારે લગાવાયું 10 નંબર નું સિગ્નલ