દુબઈ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશ સહિત ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું હતું.
દુબઈ ખાતે તા.30 એપ્રિલે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં
સુરતના કતારગામ સ્થિત ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 17 વર્ષીય શિહોરા જીશાએ ભાગ લીધો હતો.
જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનાવવા અભ્યાસ સાથે તે કરાટેની ટ્રેનિંગ કરતી હતી અને જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ હતી જ્યાં તેણે કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધા દરમિયાન સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે (ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે,જ્યારે કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
જીશા આજે દુબઇથી સુરત પરત ફરી ત્યારે સોસાયટીમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.