ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા 2010 ના મારામારીના કેસમાં દોષિત જાહેર કરાયા છે અને કોર્ટ દ્વારા છ માસની સજાનો ચુકાદો આપ્યો છે.
વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના વ્યક્તિ પર હોલિડે કેમ્પ પાસે હુમલાની ઘટના બની હતી જેના 12 વર્ષ બાદ આ કેસમાં માળિયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમા સહિત ચાર લોકોને દોષિત જાહેર કર્યાં છે. ત્યારે આ કેસમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 6 માસની સજા સંભળાવાઈ છે.
કોર્ટના નિર્ણય બાદ વિમલ ચુડાસમાએ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી લીધી છે.
તેઓએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપમાં જોડાવા માટે પોતાને દબાણ કરતું હતું પણ તેઓ જોડાયા ન હતા.
આમ, કોર્ટના ચુકાદા બાદ ધારાસભ્ય ની આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવતા રાજકારણ ગરમાયુ છે.